73 મુ સોપાન.. Sopan
M
0
Altın Yaprak
73 મુ સોપાન
શુક્રવાર,17 મે 2019
આજે જીવન નું 73 મુ સોપાન
જીવન જાને લાગે રંગરોગાન
સમય ના વહાણા વાઈ ગયા
સાથે સાથે ઘણી બધી યાદો ને આપતા ગયા।
નરસિંહ મહેતા ને પેલી પંક્તિઓ યાદ અપાવે
મન ને ખુબ જંજોડે અને હચમચાવે
વૈષ્ણવજન તો તેને કહીજે પીડપરાઈ જાને રે
પાર દુખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે।
કેવા હતા બાળપણ ના દિવસો
હસતાકુદતા અને કિલ્લોલ કરતા
કેટલી નિખાલસતા અને કેટલી આત્મીયતા
એકબિજાની ચિંતા અને ટીખળ કરતા
પાછળ વળી ને જોઉં તો નરી વાસ્તવિકતા લાગે
મન માં ઉત્કંઠા અને જીવન માં આગળ વધવાની ઘેલછા જાગે
પણ ક્યાંય સ્વાર્થ નો ભેદ ના જણાય!
ગામડા માં આત્મિયતા ઉણપ કદી ના વર્તાય।
આજે કૈંક ખૂટું હોય તેમ લાગે છે
જીવન માંઘણી પ્રાપ્તિ થઇ હોવા છતાં ખાલી ભાસે છે
મન માં ઊંડે ઊંડે ખાલીપો વર્તાય છે
જીવન પ્રત્યે ની ઉદાસીનતા ખરેખર જણાય છે।
જીવન છે એટલે જીવવું જ રહ્યું
પોતાનું વર્ચસ્વ જમાવવું જ રહ્યું
કઈ નહિ તોયે મન ના સંતોષ ખાતર જીવન ને ધપાવવા નો અખતરો
મનુષ્ય અવતાર ને સફળતા અપાવવાનો દાવો કરવો રહ્યો।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş