આમ જ મળો ને Aamaj
M
0
Altın Yaprak
આમ જ મળો ને
ખબર જ ના પડી
કે મેં જતી રહી ઘડી
આજે છઠ્ઠું પર્વ પુરુ થયું
મન ને પૂછવાંનું જરૂર થયું।
કેમ આટલો બધો ધસારો?
બધાનો દેરાસર માં કે ઉપાશ્રય માં પથારો
ભગવાન એકજ નિહાળવા વાળો
બધાની પરીક્ષા લેવા વાળો।
ભલે દિલ માં હળાહળ ઝેર ભર્યું હોય
મન તેને ઓંકવા આતુર હોય
આ કાર્ય છરો ભોંકવા કરતો ઓછું નથી
પણ એનો મતલબ એવી પણ થતો નથી।
બીજા ધર્મો નો દાખલો લો
પછી ઘણી લો સરવાળો
શ્રેષ્ઠ ધર્મ સંઘ નો માર્ગ
સીડી જાય સીધી સ્વર્ગ।
માણસ જાત વરેલી છે
બધી ખામીઓ થી ભરેલી છે
તેમ છતાં ધર્મ પ્રત્યે અભાવ નથી
પ્રભુ ની ભક્તિ પ્રત્યે કોઈજ દુર્ભાવ નથી।
પ્રભુ ના નામનો જ્યાં ઘંટારવ થતો હોય
એક એક મણકા માં યશોગાન ગવાતું હોય
સ્તુતિ કરવા માં મન પરોવાએલુ હોય
એવો પાવન અને પુણ્યશાળી પ્રસંગ આ દિવસોમાજ મળતો હોય।
અહોભાવ છે મન માં પુણ્યશાળી થવાનો
પ્રભુ ના એક એક પ્રંસગ ને શાંત ચિત્તે સાંભળવા નો
પ્રભુજી રખે ને કદાપિ ચૂક થઇ જાય!
પણ અંતરાત્મા ના મૂંઝાય।
આ જ છે ધર્મ નો વારસો
ના રહી જાય કોઈ વસવસો
કહો પ્રભુ ને 'મન માં જ વસો ને'
વર્ષના બધા દિવસો એ આમ જ મળો ને।
Bu şiiri puanla
Henüz puan verilmemiş