અહં નમામિ Aham
M
0
Altın Yaprak
અહં નમામિ
અહં નમામિ
બુદ્ધમ શરણં ગચ્છામી
મારા નજર માં અમી
મેં ભરી છે હામી।
અહમ
રાખ્યો છે પણ સાથે નવો અભિગ
ભલે ના હોય કોઈ ગતાગમ
પણ કહું બધાને રામરામ।
સામે વાળો પણ કહે 'સલામ'
બસ મટી જાય ફરિયાદ અને ગમ
હું જોતો રહું દિલ માં ઉઠતો એક વિજયઘોષ
આજ તો છે સંતોષ।
ના જાણ્યું જાનકી નાથે
કોણ આવશે સંગાથે?
વિધિ ની ગત છે ન્યારી
રહો ને તમે પણ પ્રેમપુજારી!
મને ભૂલકાઓ બહુજ ગમે
જયારે તેઓ મારી સાથે રમે
તેમની કાલીકાલી ભાષા મારા મન ને હરી લે
વૈકુંઠ ના દર્શન તો આમજ કરાવી લે।
કહું હું મન થી 'હરિ હરિ '
મનમનોહર કૃષ્ણ મુરારિ
ભરી દો ને બધા માં પ્રેમરસ
વહેશે પછી કાયમ સમરસ।
મારા મન માં શાંતિ નું સ્થાપન કરો
હિંસા અને ગુના ના તાંડવઃ ને સ્થગન કરો
મારા ગરીબ બાંધવો પર આટલો બધો અત્યાચાર ના કરો
ઇન્સાનિયત રોઈ રહી છે તેનો તો ખ્યાલ કરો?
Bu şiiri puanla
Henüz puan verilmemiş