અમૃત નો પ્યાલો............... Amrut

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
અમૃત નો પ્યાલો રવિવાર,1 જુલાઈ 2018 મધુરતા નો સેતુ એટલે સંબંધ તે તો રહેવો જ જોઈએ અકબંધ કોઈ ના બની રહે મૂક પ્રેક્ષક અને અંધ એતો છે સ્નેહ નો સંઘરાયેલો બંધ। સાચવતા આવડવું જ જોઈએ તેના માં ખટાશ કદી ના આવવી જોઈએ કરો પ્રયાસ એવો કે તેના માં વૃદ્ધિ જ થતી રહે ગેરસમજ ઉભી થવાનો કોઈ અવકાશ જ ના રહે। સહન કરી જજો એકવાર જો થઇ જાય પહેલો વાર ખાઈ જશો અપમાન નો કડવો ઘૂંટ હંમેશા બની રહેશે સંબંધ અટુટ। ઝેર ના પારખા ના હોય સંબંધો ને કસોટી ની એરણ પર કદી ના મુકાય સંબંધ એતો વર્ષો જૂનો ચાલી આવતો પ્રવાહ એ ની તો પ્રશંષા જ હોય અને થતી રહે વાહવાહ। ના જીરવી શકો એના તાપ ને તો ના વહોરશો એના સંતાપ ને એ તમોને ભસ્મીભૂત કરી દેશે સંબંધો ની વણઝાર ને બિલકુલ થંભાવી દેશે એનો મહિમા ઘણો મોટો છે બાકી સંસાર માં વેરઝેર નો ક્યાં તોટો છે! લોકો વાતવાત માં મોઢુ ફેરવી દે છે અમૃત નો પ્યાલો મોઢા માં જાય તેના પહેલા જ ઢોળી દે છે। હસમુખ અમથાલાલ મહેતા

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.