બધુ થાળે પડી જાય Badhu
M
0
Altın Yaprak
બધુ થાળે પડી જાય
નિહાળ તારા બિંબ ને
અને આસાની થી પૂછ ને
શા માટે અસત્ય નો સહારો લે છે?
પ્રેમ એજ મોટો અખતરો છે।
બધા નથી તરી શકતા આ દરિયા માં
ઘણા ચડાવ ઉતાર આવે જીવન માં
ચક્ષુ ઝંખે સુંવાળો સંગાથ
પ્રીત નો સાથ અને સુંવાળો હાથ।
એના વગર જીવન ખારૂ
સંસાર માં લાગે ઉણપ અને ભાસે અધૂરું
મળે કોઈ જીવનસાથી મધદરિયે
જરૂર થી એને પ્રેમ કરીએ।
જુઓ, કદી રણ માં વીરડી
મીઠી મધ અને લાગે સાકર જાણે શેરડી
એવુજ છે કાઇંક પ્રેમ ની વાતો માં
લાગે ક્યારેક ખારું નાની નાની શરતો માં।
'મારે મન પ્રેમ' એ હવે એક આધારસ્તંભ
સરળ અને અને લાગે ઘણો સુલભ
પણ કઠણાઇ એટલી કે ઘણીવાર જીવન ત્યાગવાનું મન થઇ જાય
પણ મક્કમતા પાછી જોર કરે અને બધુ થાળે પડી જાય।
Bu şiiri puanla
Henüz puan verilmemiş