દાદા વસ્યા Dada
M
0
Altın Yaprak
દાદા વસ્યા
મળ્યો છે અવતાર પુણ્ય થી
બાકી, જીવન અરણ્ય થી ઓછું નથી
તારવો જ રહ્યો અને તરવો જ રહ્યો
બસ એક મંત્રનો જાપ કરવો જ રહ્યો
સગા કે સંબંધી
ના થાય તેમનાથી બંધી
અનાયાસે મળ્યા છે તાંતણા
કેમ ના ગણી એ તેમને આપણા
રાખી એ અકબંધ આસ્થા
નથી કોઈ તેની સમસ્યા
બસ જેને મન પ્રભુ વસ્યા
સમજો કદી નહિ આવે અમાવસ્યા
મારી નથી આ સલાહ
પણ થઇ જાય છે વાહવાહ
જ્યારે દયાની ઉછામણી થાય
કોઈ ના ઘેર દાદાની પધરામણી થાય।
દાદા વસ્યા છો હૈયે
તો દિલ માં ધર્મ સમાયે
વરસતા વરસાદ માં પ્રભુ ના પગલા થાય
ઘર માં દાદા નું પારણું ઝૂલે અને અહોભાવ થાય।
આવો વરવો અને અપૂર્વ પર્યુસણ પર્વ
એને ઉજવવો એજ મોટો ગર્વ
નાના મોટા અબાલ અને વૃદ્ધ
ગરીબ હોય કે પછી અતિસમૃદ્ધ।
Bu şiiri puanla
Henüz puan verilmemiş