દેશ રહે આબાદ Desh

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
દેશ રહે આબાદ એક જ સુર કોઈ નહો શોર મોર હતો શિરમોર હું થઇ આનંદ થી વિભોર। તેમના પગલાં નો આવ્યો મને અણસાર કાન થઇ ગયા ચાર મેં જમીન સરખા માંડ્યા કાન મોંઢા પાર આવ્યું મંદમંદ મુસ્કાન કેટલા વખત પછી સાજન આવવાના હતા ઘેર આખા કુટુંબ માં હું લાગતી હતી ગૈર બધાના એ લાડકા હતા મારે મન તો એ દિલ થી વણાયેલા હતા। પણ આ શું? એકદમ ભારેખમ બુટ નો આવાજ શું આખી ફૌજ લઈને આવ્યોછે મારો જાબાજ મારું મન મળવાને હતું આતુર પણ ચેહરો થઇ ગયો ચિંતાતુર। મારે ઘર આ શોકની વાગી શરણાઈ કર્મ ની હતી મોટી કઠિનાઈ આતો એના સન્માન માં લેવાતી હતી શોકની દુહાઈ હું એકદમ વિલાપ માં સરકી ગઈ। આ તો હતો એમનો મૃતદેહ શુરવીર ને છાજે એવો પહોળો અને જાજરમાન દેહ મોટી એવી પેટી મા બંધ ગમે તેવો માણસ થઇ જાય અંધ। ના મારો ભરથાર બની ગયો તારણહાર કેવો હતો હાહાકાર તેણે ના કર્યો પોતાનો વિચાર। રાષ્ટ્રપ્રેમ બધાથી ઉપર 'મારા આંસુ 'ના આવ્યા બહાર ગદગદ થયો મારો આ આત્મા તેજ તો હતો સમાયો મારા માં। ગામ આખું થયું શોકાતુર જાણે નદી માં આવ્યું ઘોડાપુર કઈ આંસુભીની પાંપણો થઇ ગઈ ગરકાવ આજ તો હતો મારા માટે શિરપાવ। 'દેશ રહે આબાદ ' હું મનોમન બોલી ઉઠી મન માં એક ચિનગારી સરીખી ઉઠી પણ કોઈનો જવાન બેટો આમ ના જાય! કેમ ના કરીએ આપણે ઉપાય હંધાય।

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.