ધર્મ થી જ, , Dharm
M
0
Altın Yaprak
ધર્મ થી જ
Tuesday, July 24,2018
8: 12 PM
ધર્મ નો અનુવાદ
આપણે જ કરીએ છીએ અપવાદ
એના નામનો હંમેશા હોય છે વિવાદ
પણ નથી કર્તા કદી સંવાદ!
કેટલા એ યુધ્ધો લડાણા
લાખો લોકો મરાણા
તો પણ આપણે નથી ધરાણા
હજી પણ આપણે કરીએ છીએ ધરણા।
ધર્મ એજ આપણું દયેય
ભલે પછી પડી જાય દેહ
પણ ધર્મ નો માર્ગતિરસ્કાર ના હોય
એકબીજા પ્રત્યે સ્નેહ અને આદર જ હોય।
બધા મને છે કે પ્રભુ છે નિરંકાર
પછી શા માટે અહંકાર?
આપણો ધર્મ સર્વશ્રેષ્ઠ
અને બીજા નો કનિષ્ઠ।
ધર્મ આપે આત્મબળ
ભલે ઓછું હોય સંખ્યાબળ
ધર્મ થી જ આત્મકલ્યાણ
અને ધર્મ થી જ સ્વર્ગારોહણ।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş