દુર્લભ જીવન.... Durlabh
M
0
Altın Yaprak
દુર્લભ જીવન
મંગળવાર,25 સપ્ટેમ્બર 2018
હામી ભરો છો સામેથી
નકાર કરો છો પાછળ થી
સ્વમાન ને જાકારો આપો છો
અને અપમાન ને આવકારો છો।
ભલે કોઈ ગરીબ હોય
કે પછી તવંગર હોય
સમાજ માં માનભેર રહેવાનું હોય
એકબીજા ના ગુણદોષો ને ઢાંકવાના જ હોય।
માનજીવન મળ્યું છે દુર્લભ
બનાવો એને સરળ અને સુલભ
કોઈ નો જીવ અજાણે પણ ના દુઃખાય
તેની લાગણીઓ કદીના દુભાય।
જીવન એટલે કપરા ચડાણ
ઉતાર ચડાવ આવે અજાણ
એવી હોય જો થોડીઘણી સમજણ
તો પછી કેમ રાખવી પળોજણ?
મૃત્યું એટલે જીવનજોલા નું અટકસ્થાન
થાય નવા જીવન માં પ્રસ્થાન
તેનુ ના હોય જીવન માં કોઈ સ્થાન
જીવન જીવી જાણો રાખી બધાનું માન।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş