ગબડાવો ગાડું...Gabdaavo
M
0
Altın Yaprak
ગબડાવો ગાડું
ગુરુવાર,12જુલાઈ 2018
તારી આંખો ના પલકારા
વીજળી ના લાગે ચમકારા
પણ નથી હું આવારા
લોકો કહે મને કુંવારા।
ખબર નથી કે ક્યારે!
પણ ઘર મંડાશે જ્યારે
હું કહીશ બધાને એવું
"લાગણી માં કદી ના બંધાવું"
આતો થઇ વાત મજાની
આપણા બધાના જીવન ની
પ્રેમ તો બધાને થાય
પણ વાત બીજા ને ના કહેવાય।
કાળી મળે કે ધોળી
પણ રાખો એને પંપાળી
નહિ તો થશે વલૅ
ખીચડી ને વખાણી ભલે।
કડવા અને ઝેર ના ઘૂંટડા
જેટલા ટૂંકા થાય એટલા દહાડા
આ તો જાણે બે જોરૂકા લડે પાડા
ભલે બાંધ્યા હોય મજબૂત વાડા।
જીવન ગબડ્યું તો ઠીક
નહીંતર પછી લાગશે બીક
"આ ક્યાં હું તને લાવી બેઠો"
આતો રોજ નો થઇ ગયો હવે કોઠો
ગબડાવો બાપલ્યા આ રગશિયા ગાડું
નથી તો પાછું ફાટશે આડુ
સાંભળ્યું તો તો ઠીકઠાક
નહીંતર પછી ચાલુ રાખો રક્ઝક।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş