હવે તો કરવા Have To
M
0
Altın Yaprak
હવે તો કરવા દો
મને ખુબજ રંજ છે
જે શહીદ થયા એ બધા મારા અનુજ જ છે
'તમને જ કે શહીદ થવાનો પાનો ચડ્યો છે'
મારા મન માં અચાનક જ વિચાર આવી ચડ્યો છે।
આટલા બધા વર્ષ રાજકારણીઓએ રોટલાજ શેક્યા
શહીદ થઇ જુવાનો મોત ને ભેટયા
કુટુંમ્બ નો મોભી રડતો રહે અને દેશ ના ગુણગાન ગાય
આંખ માં આંસુ ધસી આવે તોયે દેશ ના વખાણ કરતો જાય।
શા માટે આપણે જવાનો નું એટલું બધું અવમુલ્ય કરી દીધું છે?
દેશ કેટલું કરે છે પણ આપણે એમને સુખે થી ખાવા દીધું છે?
દેશ નો નાગરિક હોય કે પછી સરહદ પર વસતો હિન્દુસ્તાની
કોને ગમશે આવી નાહક કુરબાની?
કોણ રોકે છે તમને નક્સલવાદી ને ઢાળી દેતા?
અરે ગરીબ અને લાચાર માબાપ ને શા માટે ધકેલતા?
આવા વિચારો તો તમારે લોકો સમક્ષ મુકવા જોઈએ?
એક ઉદાહરણ તો પૂરું પાડો દેશ માટે? છાતી મોટી જોઈએ એના માટે!
કરોડો થી ઓછુ કોઈને ખપતું નથી
દેશના સપૂતો ના લોહી થી તમારું મન ભરાતું નથી
અરે એમને ખાવા નુ પૂરતું અને હથિયાર તો આપો!
ક્યાં સુધી ફૂલો ચડાવશો પાનો ચડાવવા? સામાન્ય માણસ ના માનસ ને છેતરવા!
લોકો પથ્થર નો વરસાદ વરસાવે
આતંકવાદીઓને ભાગવા માં મદદ કરે
ઘર માં રક્ષણ આપે અને આર્મી ની રજેરજ ની માહિતી પહોંચાડે
આવા રક્ષિત અને સાપોલિયાઓને ક્યાં સુધી દેશ લમણે લગાડે!
નાખી દો આવા દેશદ્રોહીઓ ના પગ માં બેડી
પછી ભલે ને લગાવે જોર ચોટ નું એડી
બહાર ના આતંકી ફંડ નો પ્રવાહ રોકી દો
દેશ નું ભલું હવે તો કરવા દો?
Bu şiiri puanla
Henüz puan verilmemiş