જીવવા માગે તેનુંજ છે જીવન Jivvaa Mange
M
0
Altın Yaprak
જીવવા માગે તેનુંજ છે જીવન
જીવન નો રંગ તો માણ્યો
પણ રહ્યો સદા અજાણ્યો
લોકો એ વાહવાહી કરી
પણ મને એ ના લાગી ખરી ખરી। જીવવા માગે તેનુંજ છે જીવન
પ્રભુ ની લીલા અપરંપાર
હું અચંબિત થઇ જાઉં વારંવાર
મન ભ્રમીત ના થાય તેનો ખ્યાલ જરૂર આવે
પણ લાગણી નો આવેશ જરૂર સતાવે। જીવવા માગે તેનુંજ છે જીવન
જીવન જાણવા કરતા જીવવું ભલું
ભલે અકળ અને રહ્યું દોહ્યલું
બને ત્યાં સુધી રહેવું ભલું
પછી ભલે સાંભળવું પડે ખોટું કે ખરું। જીવવા માગે તેનુંજ છે જીવન
કોઈનું અનુકરણ કરવુજ ખોટું
મન રાખવું વિશાળ અને મોટું
જીવ કહે તેનેજ અનુસરવું
ભલે ને પછી બીજાને લાગે ભૂંડું અને ઉતરે સોંસરવું। જીવવા માગે તેનુંજ છે જીવન
જેનો સ્વભાવ હોય મળતાવડો
તે કેમે કરી ને હોય અળખામળો?
તેનો ચેહરો તો 'હસમુખ' વારંવાર નજર સમક્ષ આવી જાય
કોઈ વાર રડાવી જાય પણ સુખ ની લાગણી હંમેશાં આપી જાય। જીવવા માગે તેનુંજ છે જીવન
ઓશો ની વાણી સહજ અને ગળે ઉતરી જાય તેવી
દૂધ માં ભેળવો તો જલ્દી ગળી અને ભળી જાય તેવી
જે જીવવા માગે તેનુંજ છે જીવન
બાકી તો રઘવાટ અને કચવાટ રહેશે આજીવન। જીવવા માગે તેનુંજ છે જીવન
જીવતર તો બધાનું એકસરખું
પણ અનુસરણ નોખું નોખું
કોઈનો જીવ હોય લોભિયો અને લાલચુ
તો કોઈ હોય સંતોષી અને ના કરે ચા કે ચું।
Bu şiiri puanla
Henüz puan verilmemiş