જોતી રહું વાટ Joti Rahu
M
0
Altın Yaprak
જોતી રહું વાટ
આ મારુ સર્વસ્વ
જીવન ની મૂડી અને વર્ચસ્વ
હું એનામાંજ વ્યસ્ત
મને દેખાય એના માં સંસાર સમસ્ત।
કેટલા કેટલા સપના
કેવી કરશે નામના?
કેવું હશે એનું નામ!
આવું યાદ આવે એટલે હું થઇ જાઉં ગુમનામ।
મારો એકજ સંકલ્પ
સમય કેટલો છે અલ્પ
હું તો બની છું એક શિલ્પી યાદગાર
તે બની રહેશે મારો મદદગાર।
સ્વપ્નો ને મેં સેવ્યા છે
કેવા કેવા મનોરથ કેળવ્યા છે
દરરોજ સૂર્ય પૂર્ણકળાએ ખીલે છે
હું જોઉં એટલે મારુ મન પણ હેલે ચડે છે।
યાદ આવે છે એની સ્કૂલ ના દિવસો
રોજ અમે આપીએ એને દિલાસો
'ચાલ કાલે ના જતો ' આજે તૈયાર થઇ જા
અને પછી બધા ઉડાવતા એની મજા।
હું જોઈ શકુ છું એનું ભવિષ્ય
રહે એની આવરદા વધુ અને આયુષ્ય
બસ એકજ સપનું છે 'એ બની રહે સફળ અને સજ્જન પુરુષ '
બસ હું જોતી રહું વાટ અને સફાળી જાગી ઉઠું જોવા શેષ।
Bu şiiri puanla
Henüz puan verilmemiş