લાગી મને લગની.... Laagi
M
0
Altın Yaprak
લાગી મને લગની
ગુરુવાર,6 સપ્ટેમ્બર 2018
પ્રભુજી લાગી મને લગની
તક મળી છે વિચારવાની
સમીપ આવવાની અને જીવન સુધારવાની
થઇ જાય જો સફળ તો થશે ઘણી મહેરબાની।
જીવન તો વિતાવ્યું
પણ મને ઘણું સતાવ્યું
મારી એકપણ કારી ના ફાવી
મને ડગ ડગ ઘણી હંફાવી।
સવાર થીસાંજ સુધી એકજ ધમાલ
કોઈ મળી જાય લેવાલ
બસ મારું કામ થઇ જાય
ભલે પછી બીજો પસ્તાય।
આવા જીવન માં પોરો ખાવાનો પણ ના હોય સમય
ભટકાયકોઈ ને કોઈ કસમય
લાલાયિત કરે ખોટું કરવાને
કઢાવી લે કામ કોઈ ને કોઈ બહાને।
બસ હવે તો લાગ્યો છે થાક
તન પણ બળી ને થઇ જશે ખાક
અત્યાર સુધી તો હતી ઘણી ધાક
પણ હવે તો કરાવે છે સંતાપ।
ખોટા નો હતો ઘણો પ્રભાવ
કોઈપણ સમજી જતો મારા જોઈ ને હાવભાવ
ના પૂછે અજાણતામાં પણ કઈ ભાવ
મને લાગતો એમનો વિચિત્ર સ્વભાવ।
પ્રભુ, જાગ્યા ત્યારથી સવાર
હજુ નથી થઇ કૈં વાર
હું વિનવું છું આપને વારંવાર
હવે તો કરો મારો ઉદ્ધાર।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş