મજા ચાખો... Maja
M
0
Altın Yaprak
મજા ચાખો
રવિવાર,25 નવેમ્બર 2018
જેવું વાવો એવું લણો
જેવું લખો એવું વાંચો
કર્મ કરવું આપણા હાથ માં
જિંદગી મજા સાથ માં।
સંતો પણ આ વાત કહી ગયા
આપણે તે સમજ્યા ખરા પણ ભૂલતા ગયા
કહેછે ને " સાપ ગયા પણ લિસોટા રહી ગયા "
"પુણ્યવાણી" તો રહી પણ: સદ્વિચાર વહી ગયા"
પણ કુદરત ઘણી મહેરબાન
બધાને આપે સુખ અને માન
ભલે ને પછી એ હોય ગરીબ કે જાજરમાન
બધા નું સાચવે એ સન્માન।
ઘણી વખત એવું પણ બને
અણધાર્યું આપણ ને મળે
જેના આપણે હકદાર ના પણ હોય
પણ નસીબ માં જરૂર લખાયું હોય।
પૂર્વ જન્મ નો આમાં વિશેષ યોગ ફાળો
જો તમે દાનપુણ્ય નો બનાવ્યો હોય માળો
જે માં લાભપાત્ર બન્યા હોય અસંખ્ય માનવી
પ્રભુ ને આ વાત ધ્યાન માં આવી।
રહો કૃપાપાત્ર પ્રભુ ના
દુઃખ ના ભાગી બનો બીજા ના
કદી ના અપેક્ષા રાખો
પછી જીવન ની મજા ચાખો।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş