મને પણ આશીર્વાદ આપે Mane Pan

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
મને પણ આશીર્વાદ આપે હીરાબા ને આ બધું ના પાલવે જતા આવતા ને પ્રેમપૂર્વક બોલાવે ના ભૂલકાંઓને ચોકલેટ ખવડાવે નોટ અને પેન્સિલ પણ ઘણીવાર અપાવે। અલી આવું શું કરવા કરે? મંગુબા વારેવારે ફરિયાદ કરે થોડું તો કાલ માટે રાખ સારું સારું ખાવા નું તો કદી ચાખ। હીરાબા ની આ દલીલ મને ગમતી નાના નાના છોકરા ને તે ગમાડતી જૈફ ઉંમર હોવા છતા બાળક જેવા થઇ જતા હંમેશા કૈંક ને કૈક આપતા અને હસતા રહેતા। પોતા નો દીકરો પરદેસ 'લોકો કહેતા જેવો દેશ તેવો વેશ' પરણી ને દીકરો બદલાય જાય ઘણીવાર માં બાપ ને પણ ભૂલી જાય। હીરા બા કોઈ દિવસ બળાપો ના કાઢે કોઈ છોકરો ના માને તો પણ ના લડે પ્રેમ થી માથા પર હાથ મુકી વહાલ કરે 'તારી બેન ને તો કા તંગ કરે' પૈસા નું કોઈ દુઃખ નથી પણ પોતાનો જણ્યો સામે નથી પોતા પોરતીઓ ને જોવા છે મન ના ઓરતા આમજ પુરા કરવા છે। 'મારે હવે કેટલા દિવસ' હીરા મા સ્વાગત બબડે પણ છોકરાઓને જોઈને રમવા માંડે કોઈને માથે હાથ તો કોઈ ને હાથ માં તાળી આપે આવો એમનો ચેહરો હું જોતો અને થતું કે મને પણ આશીર્વાદ આપે।

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.