મારા સજન કેરી જુઠી વાતો.. mara saja keri
M
0
Altın Yaprak
મારા સજન કેરી જુઠી વાતો
મારા સજન કેરી ખાલી, જુઠી વાતો
છતાં મન માં રાખે ઘણો એવો ફાંકો
મારા વાલમ કેરી અમથી અમથી વાતો
દુનિયામાં જાણે નથી એના જેવો કોઈ બાંકો।
સરોવરની વાતો કરે, ખાડો પણ હોય નાં
વાતો મહેલો ની કરે, ઝુપડું પણ પણ હોય નાં
વાતોના વડા એવા કે પાણી મા ઉતારે
બનાવટ ની વાતો સિવાય બીજું કશુજ હોય નાં.
પાણી ના વાહન ને રણ માં હંકારે
માછલી પાણી ની ને હવા માં ઉડાડે
એની વાત મો હોય સાચ નો અંશ ઓછો
ઓછાયા ને પણ કહે છે પડછાયો ખોટો
કહે છે અંધારી રાત માં દેખી બતાવું
ચક્ષુ નથી તોપણ વાંચી બતાવું
ભાગ્ય, લલાટ જોઇને કહી બતાવું
હસ્ત ની રેખા જોઇને ભાગ્ય બતાવું।
આવો હોય તોપણ સાજન મારો સાચો
મનમો ઘણો લાગી આવે ને દિલ માં રાખે વાસો
વાતો ભોળી એવી કરી મન ને લોભાવે
હાથ પરોવે એવો કે જાણે દિશા ને બતાવે।
ચક્ષ, વિચક્ષણ, દક્ષ અને કાબેલ
સાજન મારો છે ઘણો અણમોલ
લાખોના ટોળામાં જુદો તરી આવે
બાધા ને પોતાના અને સ્વજન કરી બતાવે।
Bu şiiri puanla
Henüz puan verilmemiş