મોહમાયા... Moh
M
0
Altın Yaprak
મોહમાયા
બુધવાર,22 ઓગસ્ટ 2018
તારું સંભારણું
મને યાદ આવે ઘણું ઘણું
તારું મુખડું છે સોહામણું
મને કરી દે છે વામણું।
આપણે મળ્યા એવા સંજોગો માં
દીધા કોલ પણ સમજણ માં
છૂટયા પણ છૂટે નહિ
આપણે પ્રતિજ્ઞા લીધી અહીં।
દિવસો નજીક આવી ગયા
સમય ને પણ આવી નહિ દયા
એક વંટોળ જીવન માં લાવી દીધો
ઉભા કરેલા મોલ ને ધરતીપર ઢાળી દીધો।
તમારૃં " ના "કહેવું વંટોળ થી અધિક હતું
કહેવા પાછળ માર્મિક હાસ્ય હતું
તમે તો નિર્ણય લઇ લીધો
મને પળભર વિસ્મિત કરી દીધો।
પ્રણય નો કોઈ વિકલ્પ નથી
તેનું આવ્યું પણ અલ્પ નથી
તે તો રહેશે જીવનભર નું આભૂષણ
માનવ કદી બન્યો નથી એકલો પાષાણ।
તાતણેએકવાર બંધાયા
એક બીજાના થવા સર્જાયા
પણ કમોસમ માં ફૂલ પણ કરમાયા
જીવ સમજી ના શક્યો મોહમાયા।
હસમુખ અમથાલાલ મહેતા।
Bu şiiri puanla
Henüz puan verilmemiş