ઓઢણી માથે મુકું તો.. Odhni Mathe
M
0
Altın Yaprak
ઓઢણી માથે મુકું તો
ઓઢણી માથે મુકું તો
ધીરે થી સરકી જાય છે
હવા ની એક લહેર થી
ખસતી, ખસતી જાય છે।
શરમ થી પડે જો શેરડા
ઢાંકવાનું મન થાય છે
હળવે થી છુપાવું મુખડા ને
હસવાનું મન થાય છે।
મુખારવિંદ ને લોકો એ ખુબ વખાણ્યું
પણ મુસીબતો નો પાર નથી
આકારવિંદ ને પણ ખુબ ગમાડ્યું
અડચણો નો પણ પાર નથી।
સાજન થવાની હોડ લાગી
આવાગમન ની કુચ ચાલુ છે
સ્વજન પરાયાની દોડ છે લાગી
હાથ માંગવાની બોલી લાગી છે।
સ્નેહ્કુજ માં ખુબ રાચેલા
સપનો સરકી જાય છે
અમીઝરણાં માં ખુબ નહાયેલા
વિચારો ઝબકી જાય છે।
પ્રીતમ નો પાવો સુર છેડે
દિશાઓ મહેકી જાય છે
સનમ નો છાયો દુર પડે
દિશાઓ થંભી જાય છે।
પાલવ નો છેડો ઢાંકું તોપણ
મન તો ચાડી ખાય છે
હરખ ની છોળો દાબુ તોપણ
અંતર તો બતાવી જાય છે।
Bu şiiri puanla
Henüz puan verilmemiş