Paghdi

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
હાળું છે તો સલામત ધન ની જરૂર જ નહોતી સાખ જ ઘણી હતી સાહુકાર ને ત્યાં વધારાની રકમ પડી રહેતી જરૂરત પડે લેતીદેતી રહેતી। પાઘડી ની આણ હતી મૂછો ફરમાન હતી આખી ન્યાત પડખે ઉભી રહેતી પડ્યો બોલ જીલી લેતી। 'અલ્યા ઘડપણ બસ સુધરી જાય ' બાપા બોલતા બોલતા ગળગળા થઇ જાય એમના મન માં કદાચ આવો વિચાર આવ્યો હોય અમે એમને ચિંતા માં જોઈ વિચાર માં પડી જતા અમારે મન તો એ દેવતા જ હતા ઘરના મોવડી અને કર્તાધર્તા હતા અમને બોલ શિરોધાર્ય સૂચન હંમેશા આવકાર્ય। બાપજી એ એકવાર પાઘડી માથાપર પહેરાવી દીધી લાકડી પણ હાથ માં પધરાવી દીધી 'આ પાઘડી મારું નાક અને લાકડી બીજાનો સહારો' 'ઘર માં કદી ના આપતો કોઈ ને જાકારો' સ્નેહ થી કહેતા એમની મુકેલ પાઘડી નું મને વજન લાગ્યું એમનું કહેણ મને દિલ માં મને સોંસરવું જતું લાગ્યું પણ વાત માં સચ્ચાઈ હતી મારે તેને સમજવાની હતી। આજે તો બાપા મને જોઈ મરકમરક થતા હતા પાઘડી ને વારેવારે નિહાળતા હતા 'હાળું છે તો સલામત હાથ માં ' પણ રખે ને મન ફરે અને વચનભંગ કરે તો! 'જીવીશ ત્યાં સુધી તો' આમ ને આમ હું વાગોળતો।

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.