પંખીનો માળો.. Pankhi
M
0
Altın Yaprak
પંખીનો માળો
સોમવાર,16 જુલાઈ 2018
જો હોય પ્રભુ પડખે
તો એને કોણ ચાખે!
જો ભુલ કરે રખે
પ્રભુ એને દૂર રાખે।
જેના હોય પ્રભુ રખવાળા
તો બધા ભરશે ઉછાળા
કરી કદી નહિ શકે નુકસાન
માણો એનો ખુબ ખુબ અહેસાન।
તને શાની છે ચિંતા
એતો જગત નો છે દાતા
બાકી બધું જાણે વિધાતા
તે તો છે કર્તાધર્તા।
તું કરે જા સત્કર્મ અને પૂજા
તને મળશે જીવન ની મજા
નહિ થાશે કોઈ હાનિ કે સજા
તારી જયકાર કરશે પ્રજા।
ના કરજે કદી બીજાનો તુચ્છકાર
અને કદી ના કરજે ધિકકાર
માન આપે માન, મળશે બીજાનું
સંબંધી અને સગાવ્હાલાનું।
જીવન ની ગત જાત હી જાણે
દીકરાની માં દીકરાને વખાણે
જો સુધારો જાતની ક્ષતિઓ
પછે કેમ રહેશે બાકી ત્રુટીઓ?
આપણ ને મળ્યો છે પંખીનો માળો
કોણ જાણે એ ક્યારે પીંખાળો!
શા માટે આપણે મચાવ્યો હોબાળો?
જીવન અરથ હજી ના સમજાણો।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş