પોતાનો રોલ Potano
M
0
Altın Yaprak
પોતાનો રોલ
મારા મન માં ખ્યાલ આવ્યો
અને તેને મેં માનભેર વળાવિયો
બધા મારા જેવા કેવી રીતે હોઈ શકે
'હું વિચારું છું' તેવું બીજા કેમ વિચારી શકે?
હું સામાન્ય માનવી
કેવીરીતે બની શકું પાશવી?
વાત હોય બિલકુલ નજીવી
પણ જીવન રહેછે મેઘાવી।
સદાચાર વર્તન માં છલકે છે
અત્યાચાર સમાચાર માં ઝળકે છે
સારા માણસો ફક્ત આંસુ સારે છે
ક્રાંતિકારી ઝડપભેર પ્રતિકાર આપે છે।
આ બધી વાહિયાત વાતો નથી
સમાજ એને સમજતો જ નથી
કેટલાયે લોકો તથ્યવિહીન ગુલબોન્ગો ફેંકે છે
સમાજ માં એમનું ચલણ ના કે બરાબર છે।
સમાન વિચારધારા ના પણ હોય
પણ એનું મુલ્ય જે સમજતા હોય
તે લોકો એક મંચપર આવે છે
અને પોતાનો રોલ અદા કરે છે।
Bu şiiri puanla
Henüz puan verilmemiş