પ્રેમ નો આભાસ.. Prem No
M
0
Altın Yaprak
પ્રેમ નો આભાસ
શુક્રવાર,6 જુલાઈ 2018
મારા મન માંહતી ઊથલપુથલ ની વાત
હું સુઈ ના શકી આખી રાત
ચાંદો ઉગ્યો અનેલાવ્યો પૂર્ણ કળા
મારા આંખ માં આવી ગયા જળજળાં।
આવી હતીનોરતા ની રાત
હું જોઈ રહી હતી એમની વાટ
છેલછબીલો અને ઉપરથી સોહામણો
મારો જીવ એનાંમાંજ લોભાણો।
મળ્યા બેપ્રેમી જીવ અને નિર્જન જગા
વાતો જ ના ખૂટી અને આવી આભા
સવાર નો આભાસ જ ના થયો
કુકડા એ જોર થી બાંગ પોકારી ત્યારેજ એચમકી ગયો।
મને પહેલી વાર ભય લાગ્યો
એતો ચુપચાપ સ્વસ્થ થઇ ને ભાગ્યો
મારે મન એ પાશ્ચતાપ નો વાવર લઈને આવ્યો
મારો કોઈ જવાબ ઘરવાળા ને ના ગમ્યો।
પ્રેમ એ તો પ્રેમ જ છે
હૃદય માં પાંગરતું એક પુષ્પ છે
સુવાસ તો એની કાયમ રહેવાની
પણ એ કેમ સચવાય એ તો દર્શાવશે ખાનદાની।
પ્રેમ માં ભય ના હોય
ભલે એના લક્ષણ ના છુપાવાય
ચેહરો જ એના દર્શન કરાવી દે છે
પ્રેમ છે એનો આભાસ બધા ને પણ કરાવી દે છે।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş