શુભેચ્છા... Shubhechha
M
0
Altın Yaprak
અભિનંદન
રવિવાર,5 ઓગસ્ટ,2018
મારું દિલ કરે છે શોર
આ વાદળ કેમ ઘેરાયા ઘમઘોર?
હું દોડી પડું તારી કોર
તારા હાથમાં છે મારા જીવન ની દોર।
આજે ઉગ્યો છે સોનેરી દિવસ
તારૂં છે જન્મ વરસ
હું કહું છૂં મેઘા ને કે વરસ દિલ મુકી ને
વરસાવી દે કૃપા મન મુકી ને।
ધરું છું તને પુષ્પગુચ્છ
ના સમજ જે એને તુચ્છ
મારા દિલ ની સુગંધ માં ભળેલા
અને મનમંદિર ના તાંતણે બંધાયેલા।
વરસો વરસ
આવતો રહે આવો દિવસ
હું કરતો રહુ દિલ થઇ અભિલાષા
આજ છે મારા મન ની મનસા।
રહે તારા પર ઇષ્ટદેવ ની કૃપા
તારા દિલ માં પણ રહે અનુકંપા
આપણો પ્રેમ પાંગરે અને વટવૃક્ષ થાય
આવી જ કામના થી શુભેચ્છા પાઠવાય।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş