થોડી ઘણી સરવાણી પ્રેમની Thodi Ghani
M
0
Altın Yaprak
થોડી ઘણી સરવાણી પ્રેમની
ઘણીવાર અમને રડવું આવે
જ્યારે પડોસ માં થી હીબકા સાંભળવા માં આવે
' બસ કર દીકરા, ના માર ' આ વાત કદાચ માન્યામાં ના આવે
પણ મન ને એ વાત બિલકુલ ના ભાવે।
મારે કામ માટે દૂર જવું પડે
રસ્તા માં ચક્કર આવે અને માથું ચડે
ઓફિસ માં બગાસા આવે અને હાંસીપાત્ર બનવું પડે
બોસ પણ બોલાવે અને બધાની વચ્ચે લડે।
આવો પાંગળો બચાવ સાંભળવા માં આવે
ઘણી વખત તો સાંભળી ચીડ આવે
પણ આ વાત સામાન્ય થઇ ગઈ
માબાપ ને ટાળવાની વાત આમ થઇ ગઈ
આપણ ને દુઃખ થાય
પણ માથું કેમ મરાય
એમની આંખ માં આંસુઓ નો દરિયો ઘણું બધું કહી જાય
હું સાંભળું અને મારી આહ નીકળી જાય।
માં બાપ કોઈ જગા એ સુખી નથી
બધી પળોજણ થી જરાપણ મુક્તિ નથી
માનસિક તાણ તો ખરીજ
પણ પોતાની મિલકત થી પણ ખારીજ।
દીકરો મોટો તો થયો
પણ જુલ્મગાર સાબિત થયો
કયા જન્મ નો બદલો લેતો હશે?
જે પણ હોય, પાછળ નો સમય ખરેખર મુશ્કેલી નો હશે।
હાલરડાં નો સુર જુદો જ હોય
એમનો વિસરાતો સુર કઈ જુદુંજ કહેતો હોય
મારી એકજ પ્રભુ પ્રાર્થના
ના આપોને આવી કોઈ વેદના?
કેવી રીતે સહેવું?
કોને કહેવું?
અમે બે શબ્દ શ્રાપ ના પણ ના આપી શકીએ
'બસ છે થોડી ઘણી સરવાણી પ્રેમની' તેજ વહાવી શકીએ
Bu şiiri puanla
Henüz puan verilmemiş