વિમાસણ.. Vimasan
M
0
Altın Yaprak
વિમાસણ
શુક્રવાર,4 જાન્યુઆરી 2019
માનવજાત નો કેટલો બધો અત્યાચાર?
જ્યાં જુઓ ત્યાં મળે તિરસ્કાર
અબોલ પશુઓની દાણચોરી ચરમસીમા પાર
હવે તો કાચબા ઓ અને સાપો ની પણ થઇ વણઝાર।
નાના ના છોકરાઓ ની ઉઠાંતરી
પકડાવત્યારે થઇ જાય ધોલાઈ સારી
લોકો ઘેરી લે અને થઇ જાય ઘડોલાડવો
પણ માનવ સ્વભાવ ને કેમ સાચવવો?
માનવી ની લાલસા પરાકાષ્ટાપર
તેને લગામ લગાવવી મુશ્કિલ પણ
એકને પકડો એટલે દસ બીજા ઉભા થઇ જાય
પરિસ્થિતિ ને કાબુમાં લાવતા વાર લાગી જાય
લોકો સુફિયાણી ની વાતો કરે
પણ પોતે જ એનો અમલ ના કરે
વાતવાત માં દંગા ફસાદ અને મારામારી
પછી ઉતરી જાય છેલ્લી પાયરી।
ખરેખર આજે કળિયુગ ની પડી છે છાયા
માનવો છે ખરેખર વખાના માર્યા
એમનું અસ્તિત્વ પણ છે ખતરા માં
"કેમ ઘર ચલાવવું "એનીજ ચિંતા અને વિમાસણ?
હસમુખ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş