આવા બંધારણ નો અમને શો ખપ Aaavaa Bandharan
M
0
Altın Yaprak
આવા બંધારણ નો અમને શો ખપ
મારા દિલ માં ઉમંગ છે
આજે સંજોગ છે
ઉલ્લાસ નથી
જોઈ તેવો માહોલ નથી।
છે કોઈ દેશ થી ઉપર?
છે કોઈના ઉપકાર?
રાજ કરવું છે બધાને
રોકડી કરવી છે બધાને।
પહેલા કઈ વાત કરતા બીક લાગતી
આજે ઠેર ઠેર લાગતી સોગઠી
દારૂની ભઠ્ઠી ઓ ઠેર ઠેર ધમધમે
સરે આમ લોકો જુગાર રમે।
ક્યાં છે સ્ત્રીઓ ની સ્વતંત્રતા?
સરેઆમ આબરૂ લુંટાવાની પરવશતા!
નથી ખોફ લોકો ને મરણ નો
બસ શોખ છે ખાલી મારણ નો।
ખાલી લોકશાહી ની વાતો નહિ ચાલે
લોકો ની ભોંઠી વાતો થી પેટ નહિ ભરે
આ લોકો હજી સો વરસ બધાને પછાત રાખશે
કેટલાય ગરીબો ને વંચિત રાખશે!
ગરીબો ને ગરીબાઈ થી વંચિત
છે જાતપાત નો ધજાગરો ઉચિત?
છાસવારે આને આજ વાત
ગરીબો ને મારો પેટ પર લાત।
ગરીબો ને આવા લે ભાગું તારણહાર નથી જોઈતા
કેમ ખેડૂતો ને પરિશ્રમ નો પૈસો નથી આપતા?
કેમ જગત ના તાત ને આજે આપઘાત કરવો પડે છે?
ગરીબી, શોષણ અને મોંઘવારી નો આઘાત સહન કરવો પડે છે?
આવા બંધારણ નો અમને શો ખપ?
આવે ખાઉધરા અને મારી જાય ગપ
અમારા જન્મારા અને મરણ ને ના નકારો
તમને જરૂર થી લાગશે હાયકારો।
Bu şiiri puanla
Henüz puan verilmemiş