આવું એની જોડે Aavu Eni
M
0
Altın Yaprak
આવું એની જોડે
ના તોડો મન બીજા નું
ના બનો કારણ સજા નું
અરે તમે મદદ કરવા નીકલ્યા છો
શીદ ને બીજાનું મુખ વિલાયા છો।
પરદુઃખે ઉપકાર
જરાપણ ના હોય અહંકાર
આવો હોય આપણો વ્યવહાર
દિલ માં દયા નો ભાવ જ હોય કે ના હોય સંહાર।
તમે રહો પરગજુ
પણ ના રહો અણસમજુ
ના ચાંચ ડૂબાવો કે વિચારો જાજુ
પણ હંમેશા રહો ચકોર અને સમજુ।
આટલું હોવા છતાં જયારે કોઈ કરે વિશ્વાસઘાત
વિચારો કે કેવો લાગશે વજ્રઘાત!
પગ નીચે થી જમીન ખસી જશે
માણસ માણસ પર નો વિશ્વાસ ડગી જશે।
જયારે પોતાના પર આવી પડે ત્યારેજ વિશ્વાસ થાય
બીજાનું સાંભળી ને ખાલી હસવાનુંજ મન થાય
પણ એ વિપદા પોતાની ઉપર આવે ત્યારે મન દુઃખી થઇ જાય
માણસ એમજ સમજે કે આવું એની જોડે કેમે કરી ને થાય
Bu şiiri puanla
Henüz puan verilmemiş