આજ મારી ભાવના Aaj Maari
M
0
Altın Yaprak
આજ મારી ભાવના
તમે મન મૂકી ને વરસો
ના રાખશો કોઈ વસવસો
જીવન ની એક પળ છે મીઠી
આવતી કાલ કોણે છે દીઠી?
હું સમય ને પારખું છું
તેથી જ આશા રાખું છું
ઘનઘોર વાદળો ને ધમરોળવા દો
એને મન મૂકી ને વરસવા દો।
ધરતી નો સૂકો પટ
એને પણ માંડવું છે પેટ
અસંખ્ય જીવો ને આપવો છે નવો અવતાર
સજવો છે નવોઢા નો શણગાર।
કોણ કહે છે બે પળ જીવવા માટે ઓછી છે?
આખું જીવન ઝહેર ઘોળવા માટે થોડું છે?
મારે તો હવા ને સંગ મહાલવું છે
સજાવેલા સપના ને જીવંત રાખવું છે।
અસંખ્ય તારા રોજ આકાશ માં થી ખરે છે
ધરતી પર પણ બેસુમાર જીવો મરે છે
પસ્તાવાનો બોજ મારે વહન કરવો નથી
એક પળ નો પણ મારે વ્યય કરવો નથી।
'વસુધૈવ કટુંમ્બક્મ ' આજ મારી ભાવના
જેટલા ધરતીપર ત બધા ભાઈ ભાંડુ આપણા
ક્યાં અને ક્યારે આપણે ફરી મળવાના?
ક્યાં છે વેળા આપણી પાસે ફરી પ્રેમભર્યા વાતાવરણને ઉછેરવાના?
Bu şiiri puanla
Henüz puan verilmemiş