આત્મમંથન...Aatm
M
0
Altın Yaprak
આત્મમંથન
રવિવાર,30 ડિસેમ્બર 2018
જુનુ વર્ષ આજે વિદાય લેશે
પણ બધી સ્મૃતિઓ મન માં વસેલી રહેશે
આપણે કરેલા કર્યો નજર સમક્ષ આવી જશે
નવા વર્ષ નું આગમન ઘણી ઘણી આશાઓ આપી જશે।
વરસો તો ઘણા આવ્યા અને વહી ગયા
ઘણી ઘણી વાતો માનવજાત માટે કરી ગયા
પણ આપણે જેમ ને તેમ દિવસો વિતાવતા ગયા
ચિંતાઓ મુકાવતા ગયા અને વારંવાર સતાવતા ગયા।
ભૂતકાળ તમારો પીછો કદી નહિ છોડે
તમારા મન માં રહેલા ભય ને ના તોડે
સંકલ્પ કરો તોપણનિશ્વાસ નાખી જવાય
કોઈને કરેલું અહિતમન માં થી ના જાય।
આજે તમે કદાચ સુખ ને પામશો
પણ એનો આનંદ સદા સાથે નહિ રાખી શકીએ
મન ના કોઈ ખૂણા માં જરૂર રહી જશે વસવસો
તમે રડશો ખૂણા માંકહી"કેમ મારા આવ્યા આવા દિવસો "?
આવેશ માં આવી થઇ જાય કૈંક ખોટું
પણ મન રાખજો સદા મોટું
પશ્ચાતાપ નું ઝરણું પ્રભુ ના ચારના માં થી વહે છે
મળી જાય "આત્મમંથન" નો મોકો તો એનો પણ ઉકેલ છે।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş