આપણે મહાત્મા નથી Aapne Mahatmaa
M
0
Altın Yaprak
આપણે મહાત્મા નથી
હૃદય ને જીતવા હૃદય
અંધકાર ને હટાવવા ઉદય
પ્રેમ ને જીતવા પ્રેમ
આ બધુ થાય કેમ?
ભીતર ચાલે મહામંથન
કેમે કરીને ઉચ્ચારાયું હશે કથન?
સંતોષ નથી અને લાગે છે અપમાન
કેટલું આઘાતજનક હનન।
સાચો હોવા છતૉ કવેણ
નાગે ફેલાવ્યો ફેણ
મેં મન ને મનાવ્યું
સમજૂતી નું વલણ અપનાવ્યું।
કોણ સમજશે મારી વ્યથા?
શો હશે મારગ મારા માટે અન્યથા?
મારે જ શોધવો પડશે ઉકેલ
લાવવો પડશે અંત વિચારો નો અને કરવો પડશે મેલ।
મન મંદિર માં સમાધાન જ શોભે
માન, અપમાન જગા જ શોધે
પોતે જ ઉકેલ શોધવો રહ્યો
દિલ ને પ્રશ્ન પૂછવો જ રહ્યો।
આપણે મહાત્મા નથી
સામાન્ય માનવી પણ વિચારસરણી નવી નથી
જે લોકોપ્રભુ ને પણ શૂળી પર ચડાવી શકે!
એ લોકો ને પૂછી ને શું તમારો ઉકેલ આવી શકે?
Pic: - Down ho
Bu şiiri puanla
Henüz puan verilmemiş