આસક્તિ.. Aasakti
M
0
Altın Yaprak
આસક્તિ
ગુરુવાર,11 નવેમ્બર 2021
આસક્તિ
કદી ના બની શકે તમારી શક્તિ
કદી ના કરવા દે ભક્તિ
રાખે હંમેશા શંકિત
જેને હૃદયે કરુણા નથી
તેને જૈન કહેવડાવાનો હક નથી
આ વાત નથી અમથી
પણ જેને આપણે ઓળખી શકીએ આંખો થી
આપણે કોણ માફી આપવાવાળા
ક્યાંથી ઓળખી શકીએ આપણે સામાવાળા?
હૃદય જ આપણું નિર્મળ નથી
મૂળ જૈન નો સંસ્કારજ નથી .
આપણે મૂળ દયાવાન
પ્રભુ આપણે મન રહે દેદીપ્યાવાન
આપણે દિલ થી રહીએ સ્વરૂપવાન
કદીના થઈએ કોઇપર કોપાયમાન
આપણ ને મળ્યું છે જૈનકુળ
પણ આવવી જોઈએ સંસ્કૃતિ અનુકૂળ
પ્રભુ બધાને આપે માફી અને આપણને બળ આપે
શાંતિ નું બળ આપે સામર્થ્ય ની શક્તિ અર્પે
મન શાંત અને મુખ સદૈવ હસતુ
બીજાનું દુઃખ જોઈ સદા કણસતુ
લેશમાત્ર પણ ના હોય વિકાર
અને સદા દ્વારે હોય આવકાર
ડો હસમુખ મેહતા
Dr Hasmukh Mehta
D.Litt, Folt
World poet laureate
© Hasmukh A. Mehta
Bu şiiri puanla
Henüz puan verilmemiş