આવ્યા હતા મળવાને તમો..aavya hata
M
0
Altın Yaprak
આવ્યા હતા મળવાને તમો
આવ્યા હતા મળવાને તમો
મળ્યા વગર ચાલી ગયા
કરવી હતી વાતો ઘણી
બોલ્યા વગર ચાલ્યા ગયા।
મળવાનો કોલ દીધો હતો
સમય ઘણો નીકળી ગયો
યોગ મિલન નો નજીક હતો
હાથતાળી દઈ છટકી ગયો।
આજે મળીશું, કાલે મળીશું
મનમાં રટણ લગાવી ગયા
તડપતા દિલ ને તરછોડી ને
તરસાવી ને ચાલી ગયા।
કોઈ બહાનું નાં મળ્યું
અરમાન દિલ નાં તોડવાને
જેને સમજી દેવતા હું તો
દાનવ થઇ ને ચાલી ગયા।
અફસોસ મળવાનો નથી
ભુલાવું હું કેમે કરી!
લાગ્યો છે વસમો દ્દાગ દિલ માં
જતાવું હું કેમે કરી!
જેને લીધે મનભંગ થયું છે
તેને નાં તડપાવજો
યાદ આવે ઘણી બધી તો
મન ના દ્વાર ખુલા રાખજો।
કસોટી માં પાસ થવાનો
સમય તમોએ દીધો નથી
પૂર્ણતા નાં આરે તમોએ
પહોંચવા પણ દીધો નથી।
Bu şiiri puanla
Henüz puan verilmemiş