અજવાળા..... Ajvala
M
0
Altın Yaprak
અજવાળા
શનિવાર,8 સપ્ટેમ્બર 2018
આતમ માં પથરાયા અજવાળા
આભાર માનું હું, ઉપરવાળા
જીવન ને સંવારનારા
પ્રભુ તમે છો તારણહારા।
આતમ કહે છે માની જા તું
મન કહે છે"મને નથી ગમતું"
હું તો ફરીશ"સ્વચ્છંદી"બની ને
એદી નહિ પણ કેદી બની ને।
આતમ કહે છે"ઉદ્ધાર કરીશ હું"
ઉઘાડીશ દ્વાર, તારા માટે હું
ના કરીશ જીદ તું નરક ને માટે
જીવન તો છે ત્યાગ માટે।
આ સંઘર્શ તો છે વરસો જૂનો
આતમ ને ભણે મન નન્નો
પણ બંને રહે સભાન
એક બીજા ને આપે ઘણું માન।
કરો આતમ નું કલ્યાણ
અને મન નું પણ રાખો માન
એમાં રહેશે એક બીજાની આણ
કદી ના થાશે ખાલી ખીંચતાણ।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş