અણમોલ, , Anmol
M
0
Altın Yaprak
અણમોલ
મંગળવાર,11 સપ્ટેમ્બર 2018
જીવન છે અથાગ દરિયો
જીવવું પડશે બની તરવૈયો
સામનો કરો બની લડવૈયો
પામશો મોતી, બની મરજીવો।
સહેલો નથી ભવસાગર
ગાગર માં સમાવવો પડશે સાગર
સાર્થક કરી ને બનાવશો ઉજાગર
તરી જશો એને જઈ પેલી પાર।
કેટલા કેટલા જીવો
જીવે છે સમય નજીવો
સમય મળ્યો છે તમોને વરવો
અમૂલો સમજી તેને જીવવો।
પળ પળ નું મૂલ્ય સમજો
ખરા અર્થ માં એને મુલવજો
ના જાય વ્યર્થ પણ જતન કરજો
બધાની સાથે મેળાપણું રાખજો।
જીવન છે અણમોલ
તેનો કરશો ના તોલમોલ
ભાવના બોલ ના બોલાય
કોઇ નો કરેલો ગુણ કેમે ભુલાય?
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş