અંતર્મન ની વિનંતી... Antarman
M
0
Altın Yaprak
અંતર્મન ની વિનંતી
સોમવાર,16 જુલાઈ 2018
ચોરી ના અગ્નિ ફેરા
સંસાર ના વચન કેરા
વડીલો ની આશિષ થી ભર્યા
અને હું બની ભાર્યા।
સંસાર નો ભાર
લોકો કહે એને અસાર
પણ આપણે વધાવ્યો કરી કંસાર
મેં એને સાકાર કરવા નો કર્યો નીર્ધાર।
હું પાછળ રહી
પણ મન માં ને મનમાં વિચારતી રહી
મારે પાછળ રહી રક્ષણ કરવાનું છે
ગમે તેટલા કષ્ટો આવે પણ આગળ વધવાનું છે।
નવા સંકલ્પો સાથે થયું મારું પદાર્પણ
મારું જીવન મેં કર્યું અર્પણ
બધાને પાછળ છોડી ને હું આવી
નવા ઘર માં બધા માટે એક આશા નું કિરણ લાવી।
સમય પોતાનું કામ કરતો રહ્યો
મારા માથે જવાબદારી નો ભાર પણ વધતો ગયો
છોકરા મોં તરુણ અવસ્થા માં થી બહાર આવ્યા
મારા માટે એક આશાવાદ નો જન્મ લઈને આવ્યા।
કુદરતે મને ખુશી ભેટ માં આપી
મેં નહોતું ધાર્યું કદાપિ
કદાચ મારી પ્રાર્થના નેપ્રાધાન્ય આપ્યું હશે
મારી અંતર્મન ની વિનંતી ને જરૂર થી સાંભળી હશે।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş