અભિનંદન... Abhinandan
M
0
Altın Yaprak
અભિનંદન
શનિવાર,25 ઓગસ્ટ 2018
તમને અભિનંદન
બની રહે તમારું ઘર નંદનવન
શરીર માં સુખાકારી રહે
સુખ ની નદીઓ વહે
હું બિરદાવું
તમારી લાગણીઓ ને ગણાવું
તમારી અનોખી રીત
અમે બધા એને ખપાવીએ સાચી લાગણી અને પ્રીત
બહુજસહનશીલ
વ્યવહારુ અને લાગણીશીલ
થોડા મા પણ ઘણો આનંદ
વ્યવહાર માં કુશળતા અને સદા વિનોદ।
ધર્મ નો મજબૂત પાયો
દયા નો ગુણ મન માં સમાયો
બધાની સાથે અને વચ્ચે સમાવેશ
સુખ થી તમો રહો એજ પ્ર્રાર્થના ઈશ
તમને કોઈ અડચણ ના આવે
હંમેશા સુખના સમાચાર લાવે
પ્રગતિ નિરંતર બની રહે
તમારા કુટુંબ ને સુખી અને સમૃદ્ધ બનાવી રહે।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş