ભાવભર્યા શ્રદ્ધા સુમન Bhaavbharya

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
સમય ને વહી જતાં ના લાગી વાર તમારી યાદ મન માં ધસી આવે વારંવાર કેટલું કેટલું વાંચન આપણે કરતા! ચોપડી ઓ મેળવવા આપણે કેટલું કેટલું ફરતા। સાંજે દેરાસર જવાનો તમારો નિત્ય ક્રમ હું અચંબિત રહી જતો તમારી જોઈ હામ શ્વાસ લેવાની તકલીફ હોવા છતાં દાદા પ્રભુ ના દર્શન ની રહેતી ઉત્કંઠા અમે જ્યારે મળતા ત્યારે ખુબ હસતા અને કરતા ઠઠ્ઠા મશ્કરી। કેટલા બધા વર્ષો નો સંબંધ પણ એ રહ્યો અતૂટ અને અકબંધ મારી મુલાકાત જ્યારે ઘેર રજાપર આવું ત્યારે થતી સમય ક્યાં વહી જતો તેની ખબર જ ના રહેતી। પત્ની નો સ્વર્ગવાસ તેમને ખુબજ સાલ્યો આંસુઓનો તો જાણે વરસાદ વરસી રહ્યો નાના બાળક ની જેમ તે ડુસકા ભરતા યાદ કરી કરી ને બસ જૂની યાદો ને વાગોળતા। આવા મિત્ર હોવાનો મને ખુબજ ગર્વ અને રહેતું અભિમાન સગા વહાલા કરતા વાત્સલ્યનું કરાવતા પાન હું એમના ચેહરાપર બદલતા ભાવો ને નીરખી રહેતો એમના થકી નખાતા નિસાસા ને હું દિલગીરીથી જોતો। તેમની આ પુણ્યતીથી પર મારા ભાવભર્યા શ્રદ્ધા સુમન કરું તેમની યાદ માં કરોડો નમન તમારી યાદ ખસતી જ નથી અને મન "તમે નથી" એ માનવા તૈયાર જ નથી।

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.