ભાવો નું મિશ્રણ.. Bhavo
M
0
Altın Yaprak
ભાવો નું મિશ્રણ
બુધવાર,27 નવેમ્બર 2019
સૌમ્ય સ્વભાવ
ચહેરાપર અહોભાવ
પહેલીવાર મળવાનો આનંદ અને લાગણી
મને જરાપણ ના લાગ્યું કે મારી ઈચ્છા ને અવગણી।
મોંઢાપર સ્નેહભર્યું સ્મિત
અમે પણ થયા ગદગદ સસ્મિત
મને ઘણી જ થયો આત્મમીયતા નો પરિચય
કેટલો બધો હતીસદગુણો નો સંચય?
મને બોલતો જોઈ એ મલકાઈ રહયા
મનોમન લાગણીઓ થી ભાવુક થતા રહયા
મારી પ્રગતિ જોઈને કદાચ ચકિત થયા હોય
ભાવવિભોર થઇ કર્મચારી ની સરાહના કરતા હોય
ઘણા ઓછાયા માણસો બીજાની પ્રગતિ પાર ખુશ થતા હોય
તેમની નાખુશી ચેહરા ના ભાવ સાઅથે પ્રગટ ના કરતા હોય
પણ તેમના ચહેરાપર મને આત્મીયતા નો એહસાસ થયો
તેમની અંદર ની ભાવના નો મને સાક્ષાત્કાર થયો
આજ છે માનવ સ્વભાવ નો આત્મીય પરિચય
ભલે વર્ષો પછી મળો પણ એવો ને એવો આશય
મળી ને તમો ને કદી ના લાગે પરાયા નો અનુભવ
તમને એમ લાગે કે હશે કદાચ પ્રભાવ નો ઋણાનુયોગ।
હું લાગણીઓમાં ખેંચાતો રહ્યો
તેમનો ભાવ એવો ને એવો જ રહ્યો
તમને ભાવાત્મક સ્વભાવ નો એક અંશ પ્રદર્શિત થાય
એજ ભાવો નું મિશ્રણ તમને મોંઢાપર દર્શિત થાય।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş