ભગવાન બુદ્ધ નથી થવું Bhagvaan
M
0
Altın Yaprak
ભગવાન બુદ્ધ નથી થવું
મારું મસ્તક ભલે કલમ થઇ જાય
ભલે સરેઆમ બેઆબરૂ થઇ જાય
હું અસત્ય ને કદી નહિ વરૂ
હું સત્ય ની પડખે ઉભો રહીશ રૂબરૂ।
મારો અભિગમ છે ચોખ્ખો
ભલે બધા ગણતા રહે નોખો
આ પ્રયોગ જ છે નવતર
આના વગર શું કામનું જીવતર?
પાછા વળવાનું મારા સ્વભાવ માં નથી
ખોટા દેખાવ કરવો એ મારા હાવભાવ માં નથી
જે છે તેને સ્વયં તાદ્રશ્ય કરવામાં માનું છું
જેનું લીધું છે તે ઋણ ચૂકવવા માં માનું છું।
ભલે ના કરતા મારી દરકાર
પણ ના રહેતા બેદરકાર
હું મરી ને પણ પામી જઈશ
જીવન નો ખેલ ખરેખર રમી જઈશ।
'પારોઠ ના પગલાં' મારા માટે મોત સમાન
ભલે લોકો કરે ટીકા અને બને શૈતાન
હું ફેલાવીશ પ્રેમ નો સંદેશ
ભલે પછી લોકો ને હોય અંદેશ।
મારે ભગવાન બુદ્ધ નથી થવું
અને બુધ્ધુ થઇ ને પણ નથી રેહવું
સામાન્ય માનવીનું ખમીર મારે ઉજાગર કરવું છે
માં ભારતી ની સેવા માટે મોટ નું શિખર સર કરવું છે
Bu şiiri puanla
Henüz puan verilmemiş