ભવોભવ દાન Bhavobhav
M
0
Altın Yaprak
ભવોભવ દાન
અજમાવી જુઓ
નવકાર ને ગજવી તો જુઓ
કેટલું સામર્થ્ય બળ છે એમાં
તમને હંમેશા રાખશે શાંતી માં।
એના હર ઉચ્ચાર ની સાથે ધમની માં વહેશે
દિલ માં દયાની સરવાણી ફરતી રહેશે
આંખો માં પણ એક સંદેશ કહેશે
' કરી લે જલ્દી કાલે સમય નહિ મળશે '
કશુંજ કહેવાનુ નહિ અને મેળવવાનું
યાત્રાધામ ના જવાય તો ના જવાનું
પણ હંમેશા એક વસ્તુ ને નહિ ભૂલવાની
કોઈપણ કામ કરતા પહેલા તેને યાદ કરવાની।
તમારી હર ઈચ્છા થશે પુરી
જો હશે વૃત્તિ સારી
મહેલ ની ઘેલછા કદી ના કરતા
નાની અમથી દુનિયા માં મજેથી રહેતા।
જૈન કુળ નો યોગ
એ નથી ફક્ત સંયોગ
કેટલા પુણ્યોદય નો હશે તેમાં સમાવેશ
ના કરતા ભૂલ જો આવી જાય ક્ષણિક આવેશ।
થોડુંક દાન
કરશે મોકળુ મેદાન
સમૃદ્ધિ ની છોળો
જાણે સાગર માં ઉઠતી લહેરો।
જરૂર હોય મહતવાકાંક્ષા
પણ ના રહી જાય ખાલી આકાંક્ષા
એની પાસે તૈયાર છે પુણ્યનો પુંજ
મળશે જરૂર પણ સંખ્યા હશે જૂજ।
આપો હળવેથી સત્કાર
જયજિનેન્દ્ર કહી હાથો ને આપો આકાર
આજ છે પ્રભુ ને તર્પણ
તમારો ભાવ જરૂર થી થશે અર્પણ।
તપ આદિ જરૂર થી કરશો
મન માં ભક્તિ ના સુર જરૂર થી ગજાવશો
હંમેશા એક ખેવના જરૂર માંગશો
ભવોભવ દાન કરી શકું એવો આદર્શ જરૂર રાખશો।
Bu şiiri puanla
Henüz puan verilmemiş