જીવન તમારે ચરણે.. Charne
M
0
Altın Yaprak
જીવન તમારે ચરણે
શુક્રવાર,10 ઓગસ્ટ 2018
પ્રભુ, હું તમારે સહારે
ના કરશો મને બેસહારે
શ્રદ્ધા અને વિશ્વાસ છે અપાર
આપની કૃપા પણ છે અપરંપાર।
મઝધાર છે મારી નાવલડી
હાલકડોલક થાય છે ઘડી ઘડી
ચિંતાતુર કરાવે વારંવાર
મને સમાજ ના આવે કઈ વાર।
અર્પિત છે જીવન તમારે ચરણે
આવ્યો છું તમારે શરણે
ચરણ નમાવી અરજ કરું છું
મસ્તક નમાવી વંદન કરું છું।
અમો પામર માનવી
ઘણી વખત દઈએ ભુલાવી
ના કરવાનું પાપ થઇ જાય
પછી પાછળ થી પશ્યાતાપ થાય।
પસ્તાવા નો પાર ના હોય
શરીર વેદનાનો ભાર ઝીલતું હોય
માનસિક તાણ અનુભવતા હોઈએ
એવે સમયે આપના ચરણે જ આવી જઈએ।
અમારી ભૂલો ને ક્ષમા આપનારા
ઓ પ્રભુ, તારણહારા
દોષો થી મુકત કરજો હમારા
હૃદય ને પુનિત કરજો પ્રભુ મારા।
ભૂલો અક્ષમ્ય છે
અને દંડ ને પાત્ર પણ છે
એક ભૂલ નું પ્રભુ પ્રાયશ્ચિત કરવા નો મોકો આપજો
અંતકરણ થી વિનવું છું પ્રભુ ક્ષમા આપજો।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş