ચુપજ રહેવાય Chupaj
M
0
Altın Yaprak
ચુપજ રહેવાય
શું હશે મારું ભવિષ્ય?
કેટલું હશે મારું આયુષ્ય?
મને જોઈએ ફક્ત આશિષ
દોસ્તો તરફ થી શુભાશિષ।
ઘણી વખત મન માં આવેગ આવે
પરિસ્થિતિમાં અણધાર્યો વળાંક આવે
ના કહેવાનું કેહવાઈ જાય
અને હતું નહતું થઇ જાય।
આવા સમય માં ફક્ત ચુપજ રહેવાય
ભલે ને પછી ના સહેવાય
સમય નો આજ ઉકેલ છે
સમાધાન પણ એમાજ સામેલ છે।
જો ખડગ એલમાત્ર ઉકેલ હોત
તો લોકો રણમેદાન માં હોત
રક્તપ્યાસા અને ક્રૂરતા થી ભરપૂર
કહેવાત તેઓ ઘણા શૂરવીર?
સમય જ હથિયાર અને સમયજ હોંશિયાર
આપણે બધા એના પહેરેદાર
સમયસૂચક અને ઘણા સજાગ
નહિ તો થઇ જાય પછી ભાગમભાગ।
રણવીર ના થાઓ તો કઈ નહિ
શૂરવીર ના કહેલાઓ તો કઈ નહિ
દગાખોર તો નહિ જ કેહલાઓ
ફુલાઈ જાઓ એવા ફુલણશી પણ નહિ કહેવડાવો।
Bu şiiri puanla
Henüz puan verilmemiş