ઘણી મોટી વાત Ghani Moti
M
0
Altın Yaprak
ઘણી મોટી વાત
દિવા તળે અંધારું
કોણ આપણું અને કોણ નોધારું
બસ આ દુનિયા નો એકજ છે રિવાજ
ઊંચો ના કરશો કદી અવાજ।
ચુપચાપ જીવી જાણો
દુઃખ માં પણ જીવન ને માણો
કૈંજ ના બોલે તે શાણો
બોલ્યો તો માની લો ફસાણો।
જીવન છે છે દોહ્યલું
પણ ઘણું વહાલું
કોઈ મરવા તૈયાર નથી
કબુલ થવા અથવા મરવા જેટલા હોંશિયાર પણ નથી।
ગાંડો પણ મરવા માટે હા નહિ કહે
બધાજ છે સ્વાર્થ ના સગા અહીં
પૈસો બોલે છે છાપરા પર ચડી ને
વાત વાત માં લઇ લે છે લડી ને।
વાત ને કબુલ કરી લો
પ્રેમ બધા ને કરે છે પગલો
હવે તો જીવી લો સુંદર પળ
કદી નહિ આવે તમારા પર કોઈ આળ।
આ ઘણી મોટી વાત છે
પડ્યા પાર લાત મારવા જેવી છે
પણ સત્ય તો છે જ
પ્રેમ ચીઝ જ એવી છે।
Bu şiiri puanla
Henüz puan verilmemiş