દબદબો.... Dabdabo
M
0
Altın Yaprak
દબદબો
બુધવાર,5 સપ્ટેમ્બર 2018
મારી પૌત્રી ને હું જોઈજ રહ્યો
તેનો શિક્ષક દિવસ નિમિત્તે નો ઉત્સાહ નિહાળતો જ રહ્યો
"તું મોટી થઇ ને શું બનીશ દીકરા"?
" શિક્ષક "ખરેખર એવાજ હતા એના નખરા।
સૌમ્ય અને સુશીલ
ભાવનાપ્રધાન અને લાગણીશીલ
તેના બોલ રમ્ય અને પ્રગતિશીલ
બોલે પણ ધીરે થી અને કરે વહાલ।
દીકરીઓ ને જોઈને થાય વહાલ
એમાં પણ પૌત્ર અને પૌત્રીઓ ને જોઈ મન થાય ખુશખુશાલ
હેત ના ભાવ ઉમટી પડે
હર્ષ ના આંસુ વહેવા માંડે।
કુમળા મન ની ભાષા કળવી મુશ્કેલ
તમે ના સમજો તો થઇ જાવ ફેલ
જરાપણ ઊંચી ભાષા માં બોલો તો અશ્રુ છલકાઈ જાય
આપણ ને પણ ઘણીવાર પસ્તાવો થઇ જાય।
આવા અમારા પાર્શ્વી બેન આજે શિક્ષક બન્યા
શિક્ષક ના વેશ માં બનીઠની ને સ્કૂલ માં ગયા
ભણવા માં ઘણાજ હુનેહવાળા અને હાજરજવાબી
કેટલી ચબરાક અને કુશળ છે આવતી પેઢી।
તેમનો ઉત્સાહ આપણ ને અચંબીત કરી દે
વાત વાત માં આપણ ને પાછળ પાડી દે
તમે એમની આગળ ઘણા વામણા લાગો
પુસ્તક કરતા વાસ્તવ માં પણ એમનો રહે દબદબો।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş