દરિદ્રતા Daridrta

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
દરિદ્રતા રવિવાર,24 જૂન 2018 મારી દરિદ્રતા ને તમે ના કોસો તમને રહી જશે વસવસો ફરી જશે મારા દુઃખ ના દિવસો હું જ તમોને આપું છુ દિલાસો। અભિમાન તો રાજા રાવણ નું પણ ના રહયું સોનાની લંકા ને પણ રોળીને જ રહયું તમે તો એક માટી ના પૂતળા છો કુદરત નીઆગળ કેટલા વામણા છો! કોઈ ની લાગણી ને ના દુભવશો જો તેમ થશે તો દૌખો ના પહાડ ને નોતરશો તમારું નંદનવન છિન્નભિન્ન જશે કોઈ હાય તમોને ભસ્મીભૂત કરી દેશે। હાડોહાડ અપમાન મને વિચલિત કરી દેતું "મન માં બદલો લેવા" નીઆગ ને પ્રજ્જવલિત કરી દેતું પણ બીજી જ ક્ષણે તેને સમાવી દેતું "વેર નો બદલો વેર ના હોય"એમ સ્પષ્ટ પણે ફરમાવી દેતું। કુદરત નું આ વિધાન છે અફળ અને અકારણ તમારું અભિમાન છે તમે ક્યારે ધરતીપાર આવી જશો તેનુ ભાન નથી ગુમાન તો છે પણ વાસ્તવિકતા નો સ્વીકાર નથી। ભગવાન પણ આંખો બંધ નથી કરી દેતો ભક્તો ને જરાપણ આંચ નથી આવવા દેતો બાકી રહ્યો વિવેક તે આપણે ચુકી ગયા ક્ષણિક પામેલ લખમી ને પણ આપણે અપમાન કરી ગયા। ઐશ્વર્ય પામો ને તો વૃક્ષ થઇ જશો એના થી અંજાઇ ને અંધ ના થઇ જશો એને પગ કરી જતા વાર નહિ લાગે ક્ષણભર માં જ"દરિદ્રતા"આવશે તમારી પંડે। હસમુખ અમથાલાલ મહેતા

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.