દરિદ્રતા પ્રદર્શિત Daridrataa

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
દરિદ્રતા પ્રદર્શિત ગોરું મારું વદન અને વાન લેશમાત્ર રાખ્યું નથી અભિમાન ચેહરો હસતો ને હસતો ભલે ને હોય આત્મા રડતો। મન મારું રડી પડે જ્યારે કોઈ પણ આવી પોતાની કથની કહે મારો અંતરાત્મા પોકાર કરી ઉઠે શા માટે આવો નિર્ણય લોછો પ્રભુ વૈકુંઠે? ઘણા ના પચાવી શકે કુદરત ની લીલા ને રાખે મોઢા લાચાર અને વિલા વિલા ને જાણે માથાપર મુસીબત નો કાયમ માટે પહાડ તૂટી પડ્યો હોય આવતી કાલે જાણે સુરજદાદા ઉગવાના જ ના હોય। હું પણ જાણું છું તેની વિવશતા ના કહી શકું કે આ છે કાયરતા મન ઉચાટ થી બેસવા લાગે ત્યારે આઘાત બહુજ કારમો લાગે। બધાજ શુરવીર નથી હોતા એટલું સહજતા થી બંધન નથી તોડી શકતા વિષાદ ના વાદળ હંમેશા મંડરાતા રહે છે જીવ ગભરાતા ગભરાતા કહેતું રહે છે। આવોજ અભિગમ જીવન માટે રાખો બીજાના દુઃખ ને હળવું કરતા શીખો ના આપો કોઈ આર્થિક મદદ જો ના કરી શકતા હોય પણ વચન ની દરિદ્રતા પ્રદર્શિત કરવાની ના હોય।

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.