એ ઉપકાર કેમે ચૂકવાશે? E Upkaar
M
0
Altın Yaprak
મારા પિતા એટલે મારો આદર્શ
મારા મિત્ર અને મને સમજાવે સહર્ષ
મારી દરેક જરૂરીયાત નો લાવે નિકાલ
હું જલ્દી થી થઇ જાઉં ખુશખુશાલ
પિતા એટલે ભગવાન સમાન
આપે દરેક સમસ્યા નું સમાધાન
મને ગર્વ છે અને સાથે સાથે અભિમાન
હું દરરોજ આપુ છું એમને સન્માન
જગત માં બધાને સારા માં બાપ આપજો
'એમનો આદર થાય 'એવી શિખામણ પણ આપજો
જો જો સપના માં પણ પિતા નું દિલ નાં દુખાય
આજ જીવન ની સાચી શિખામણ કહેવાયા
'મને કહેતા કે તું જમ્યો ' પછીજ એ જમતા
હંમેશા મારી જોડે હસતા અને રમતા
હું એમની આંખો માં સપના રમતા જોતો
'વાત્સલ્ય નું ઝરણું ખળખળ વહેતું હોય' તેવો આભાસ થતો।
' ગરીબી શું છે તે પોતે સમજતા '
પણ તપસ્યા નું એ બીજું રૂપ હતા
મારા માટે એમને ખુબજ અભિમાન
સદા રાખતા મારા ખાવાપીવા નું ધ્યાન।
'હું રડતો એક ખૂણામાં ' એમની દરિદ્રતા પર
પણ ઘણોજ લાચાર હતો દીનતા નાં વાદળો પંર
'મારું નાનું મન ચિત્કાર કરતુ' અને હું રડમસ થઇ જતો
હોંશે હોંશે મન લગાવી ને અભ્યાસ કરતો અને પરોવાઈ જતો।
જગત નું દરેક બાળક આવુંજ કઈ વિચારતું હશે
'મનમાં દિવાસ્વપ્ન જોતું હશે' અને કલ્પના કરતુ હશે
માં બાપ નો આ ઉપકાર જીવન માં કેવી રીતે ચૂકવી શકાશે?
'પગ ધોઈ ને રોજ પી જઈએ' પણ એ ઉપકાર કેમે ચૂકવાશે?
Bu şiiri puanla
Henüz puan verilmemiş