એક લાંબો વિસામો Ek Lambo
M
0
Altın Yaprak
એક લાંબો વિસામો
મારે મન નો ભાર ઉતારવો છે
ચંદરવા ને ચિતરવો છે
ખુબ મન મૂકીને રડવું છે
બસ એકલાજ રહેવું છે।
કોઈ જ દુઃખ નથી
કોઈ સંતાપ નથી
કશુંક ખૂટે છે, કશુંક ખૂટે છે
આ જીવન શાના માટે છે?
ઘણા અનુભવ કર્યા
હૈયે વાગ્યા હાથ ના કર્યા
ખોટા નો વિશ્વાસ કર્યો
જીવન માં મુરખો ઠર્યો।
મન ને આઘાત લાગે
જ્યારે પોતાના જ દગો કરે
મન માં ઝહેર હોય
પણ જીભ પાર કેટલી બધી મીઠાસ હોય!
નાની અમથી વાતો થી મન ભરાઈ જાય
મન એને કાબુલ કરવા મથે પણ ના થાય
હાળુ જીવન દોહ્યલુ તો ખરુજ
અંતે તો રહેવાનું ખારું જ।
મારે મન બધા સરખા
ભલે તેમના ઘરે હોય ખાવાના ફાંફા
મારી મિત્રતા અને તેમનો સંગાથ
હું તો માનું ફક્ત કરવા માં પુરુષાર્થ।
રડવાથી શું હાંસલ થશે?
મન માં ખાલી હલચલ જ રહેશે
નાહક નો સંતાપ અને જીવન પ્રત્યે વધારે અણગમો
હવે તો લઇ લઉ ત્યારે એક લાંબો વિસામો।
Bu şiiri puanla
Henüz puan verilmemiş