એક નજર...Ek nazar...
M
0
Altın Yaprak
એક નજર
એક નજર તમારી
મારી આંખોમાં સમાયી
કહેવા કરે છે વાતો ઘણી
પણ આંસુઓ માં વિસરાઈ। એક નજર
કહેવાની ઘણી હોંશ હતી
પણ હિમ્મત ના કરી પાઈ
ઘણી મથામણ મન માં કરી
પણ હોંઠો પર નાં આઈ। એક નજર
આકુળ વ્યાકુળ થઈને ઘણી
અહીં તહીં ટકરાઈ
શોધે ચારે બાજુ ઘણી
પણ મન માં નહિ વિસરાઈ। એક નજર
આંખોના પલકારા એ
થોડું થોડું કહી દીધું
નજર નજર ના મેળા એ
ઘણું બધું કહી દીધું। એક નજર
મનમાં ઘણી હેરાની છે
ને દિલ માં ઘણી બેચેની
વેદના સહન કરવી કઠીન છે
ન આશા છે વિરાની। એક નજર
હોઠો પર જેનું નામ છે
ગુણ ગાઉ એના વારંવાર
અધિરાઈ છે પલકો પર ઘણી
શોધું હું ચોમેર એને અને ચારે કોર। એક નજર
Bu şiiri puanla
Henüz puan verilmemiş